Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારાની હોટલમાં લગ્ન પ્રસંગ દરમિયાન ૪.૬૫ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ, પોલીસ તપાસ શરૂ

  • February 12, 2025 

ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે લેકવ્યુ હોટેલમાં લગ્ન પ્રસંગ માટે રૂમ અને લોન્જ બુક કરવામાં આવી હતી. પરંતુ આ લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાદાન આપવા માટેનાં સોના ચાંદીના દાગીના સહિત ૪.૬૫ લાખ રૂપિયાના મુદ્દામાલની બેગ લઈ એક યુવક ફરાર હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ગામ ખાતે રહેતા હરીશભાઈ મોતીભાઈ અગ્રવાલની દીકરી પાયલનાં તા.૦૨ નાંરોજ લગ્ન હોય, હરીશભાઈ અગ્રવાલે દીકરીના લગ્નના કન્યાદાનમાં આપવા માટે ભરૂચ ખાતેથી સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી અને તા.૦૧ અને તા.૦૨નાં રોજ સાપુતારા લેકવ્યુ હોટલમાં રૂમ અને લગ્ન પ્રસંગ કરવા માટે લોન્જ બુક કરાવેલી હતી અને હરીશભાઈ અગ્રવાલ પરિવાર સાથે તા.૦૧નાં રોજ સાપુતારા લેકવ્યુ હોટલ ખાતે આવી ગયા હતાં.


તે જ દિવસે સાંજનાં છ વાગ્યે દીકરી પાયલ અને લવકુમાર રાજેન્દ્રકુમાર અગ્રવાલ સાથે લગ્નનાં સંગીત અને અન્ય પ્રસંગો રાખ્યા હતાં. જે બાદ તા.૦૨નાં રોજ જમાઈ લવ કુમારની મોસાળ વીધી રાખી હતી અને મોસાળાવિધિ પછી વરઘોડો આવતા સ્વાગત કરાયું હતું અને ત્યાર પછી રાત્રિના આશરે સાડા દશેક વાગ્યે વરમાળા પહેરાવવા માટે સ્ટેજ પોગ્રામનું આયોજન કરાયું હતું. તે વખતે હરિશભાઈની પત્ની સ્ટેજની પાસે દીકરી પાયલને કન્યાદાનમાં આપવા માટે એક બેગમાં સોના ચાંદીના દાગીના લઈ આવ્યા હતા. તે બેગ હરીશભાઈ પાસે હતી અને હરીશભાઈની પત્ની તેમની ખુરશી ઉપર બેસેલી હતી અને દીકરી વરમાળાના પ્રસંગ વખતે લાઈટીંગ શો થતા હરીશભાઈપત્નીને આ બેગ સંભાળો હું આગળ દીકરી પાસે જાવુ છું. તેમ કહી આગળ ગયા હતા તેના બે મિનિટ પછી પત્નીએ હરીશભાઈને તે બેગ ખુરશી ઉપર ન હોવાનું જણાવ્યું હતું. જેથી બધાને સૌએ બેગ જોવામાં આવી નહી હોવાનું જણાવ્યું હતું.આથી હરીશભાઈ અગ્રવાલે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application