દેશની તમામ બેંકો અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી એટલે કે મંગળવારથી 2 હજાર રૂપિયાની નોટો બદલવામાં આવશે. રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, લોકો પાસે ચાર મહિનાનો સમય છે. નિઃસંકોચ બેંકમાં જઈને નોટો બદલી શકો છો. ગભરાવાની જરૂર નથી. બેંકો પાસે પૂરતા પૈસા છે. દાસે કહ્યું કે, બેંકોની શાખાઓમાં ભીડ થવાની કોઈ શક્યતા નથી. નોટ બદલવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી.
તેમણે લોકોને ભીડ ન કરવા પણ વિનંતી કરી હતી. દાસે સ્પષ્ટતા કરી હતી કે, ઉદ્યોગપતિઓ સહિત કોઈપણ સંસ્થા 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં. RBIનાં ગવર્નર દાસે 2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ પહેલીવાર કહ્યું કે, જેમની પાસે બેંક ખાતું નથી, પરંતુ 2000ની નોટ છે તેમના માટે પણ નોટો બદલવાની પ્રક્રિયા દરેક વ્યક્તિની જેમ જ લાગુ થશે. દાસે કહ્યું, લોકો નિશ્ચિંત રહે, પૂરતી સંખ્યામાં પ્રિન્ટેડ નોટો ઉપલબ્ધ છે. RBI અને બેંકોની કરન્સી ચેસ્ટમાં પૂરતા પૈસા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500