અમદાવાદના સરસપુર અને મણિનગરમા તસ્કરોએ ત્રાટકીને મકાનના તાળાં તોડી રૂપિયા ૧૨.૬૩ લાખની ચોરી કરી હતી. જેમાં ખાસ કરીને સરસપુરમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી પત્ની પણ તેમની સાથે રોકાયા હતા. જે તકનો લાભ ઉઠાવીને અજાણ્યો ચોર ઘરની દિવાલ કૂદીને દરવાજાનું લોક તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા તિજોરીમાંથી રોકડ રૂપિયા ૨ લાખ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ૮.૨૫ લાખની ચોરી કરી હતી. જ્યારે મણિનગરમાં પરિવારજનો ફરવા માટે ગયા હતા અને અજાણી વ્યક્તિએ મકાનના તાળાં તોડીને ઘરમાંથી રોકડા રૂપિયા ૫૦,૦૦૦ સહિત કુલ રૂપિયા ૪.૩૮ લાખની ચોરી કરી હતી.
આ બંને બનાવમાં કોઇ જાણ ભેદુ હોવાની શંકા આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સરસપુરમાં પરિવાર સાથે રહેતા વૃદ્ધાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિને પતિને ડાયાબીટીશ વધી જતા તારીખ ૧૭ના રોજ શાહીબાગ ગીરધરનર ખાતેની હોસ્પિટલ ગયા હતા. જ્યાં ડોકટરે તેમને દાખલ કરતા પતિ સાથે ફરિયાદી મહિલા પણ હોસ્પિટલમાં રોકાયા હતા દરમિયાન વહુ ઘરે ગયા ત્યારે ખબર પડી કે મકાનના દરવાજાનું લોક તૂટેલ હાલતમાં હતું તેમજ દરવાજો પણ અડધો ખુલ્લો હતો જેથી ઘરમાં તપાસ કરતા બધો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો અને ડુપ્લીકેટ ચાવીથી તિજોરી ખોલીને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૨ લાખ સહિત કુલ રૂપિયા ૮.૨૫ લાખનો મુદ્દામાલ ગુમ હતો.
પોલીસ તપાસમાં અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને ઘરમાં ધૂસીને દરવાજાનું લોક તોડીને ચોરી કરીને ફરાર થઇ હતો. બીજા બનાવમાં મણિનગરમાં રહેતા નિવૃત જીવન ગુજારતા વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૫ ઓગસ્ટે તેઓ પત્ની સાથે વડોદરા ફરવા માટે ગયા હતા. દરમિયાન બીજા દિવસે પરત આવ્યા હતા અને ઘરની અંદર જતા પાછળની બાજુનો દરવાજો ખુલ્લો હતો ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેમને ઘરમાં તિજોરી અને કબાટમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૫૦,૦૦૦ સહિત કુલ રૂપિયા ૪.૩૮ લાખની મતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500