વડોદરાનાં વારસિયા રીંગરોડ શ્રી પ્રભા સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ગમતીલાલ બટેરીવાલા સ્ટેટ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા અને હાલમાં નિવૃત જીવન ગુજારે છે. જોકે ગત તારીખ 3 નાંએ તેમની દીકરી અને જમાઈ અમેરિકાથી આવ્યા હોવાથી તેવો પરિવાર સાથે શ્રીનાથજી દર્શન કરવા માટે સવારે 5:30 વાગે મકાન બંધ કરીને ગયા હતા અને બીજે દિવસે રાત્રે 10:00 વાગે તેઓ પરત આવ્યા ત્યારે દરવાજાને મારેલું તાળું ન હતું અને દરવાજો ખુલ્લો હતો. ચોર ટોળકી ઘરમાંથી ભગવાનના સોનાના દાગીના તેમજ મંગળસૂત્ર સોનાની વીંટી અને રોકડ રૂપિયા 19,000/- મળી કુલ રૂપિયા 1.66 લાખ રૂપિયા ચોરી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application