તાપી જિલ્લામાંથી પસાર થતી તાપી નદી કિનારા વિસ્તાર માંથી કેટલાક લીઝ ધારકો દ્વારા સરકારના નીતિ-નિયમોની ઐસી કી તૈસી કરી સરેઆમ ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવા છતાં જેના માથે આ બદી અટકાવવાની જવાબદારી છે તે ખાણ-ખનીજ વિભાગ મૂકસાક્ષી બનીને તમાશો જોયું રહ્યું છે,તંત્ર પગલાં ભરવાનું મુનાસિબ માનતું નથી અને સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી ગુમાવવી પડે છે, આ અંગે ઉચ્ચકક્ષાએથી તપાસનો દોર આરંભાય તો ખનીજ ચોરી કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે અને તેમાં ખાણ-ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓની મીલીભગત પણ બહાર આવી શકે તેમ છે.
નિઝરના કોટલીમાં બ્લો અલ્પેશભાઈ બાબુભાઈ પંચાલ ને લીઝ ફાળવવામાં આવી હતી,જોકે કોટલી માંથી રેતી કાઢવાના બદલે કુકરમુંડાના જુનાપીપલાસ માંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી છે.
તાપી નદી કિનારે મંજુર કરવામાં આવેલ રેતી લીઝ ધારકો દ્વારા તમામ નીતિનિયમો નેવે મૂકી રેતી ખનન કરવામાં આવી રહ્યું છે,ખાસ કરીને નિઝરના કોટલીમાં બ્લોક નંબર ૧૪૪થી ૧૫૨ ની સામે આશરે ૮.૭૦ હેક્ટર વિસ્તાર માંથી રેતી કાઢવા અલ્પેશભાઈ બાબુભાઈ પંચાલ નામના શખ્સને જે તે સમયે લીઝ ફાળવવામાં આવી હતી, જોકે કોટલી માંથી રેતી કાઢવાના બદલે કુકરમુંડાના જુનાપીપલાસ માંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢવામાં આવી રહી છે.જોકે સ્થાનિક તંત્રના અધિકારીઓ મામલતદાર અને પ્રાંત દ્વારા કોઇપણ પ્રકારની તપાસ હાથ ધરવામાં ન આવતા તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણકે કુકરમુંડામાં તાપી કિનારે ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ જેમ ને તેમ ચાલુ રહેતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
અલ્પેશ નામના શખ્સે કુકરમુંડાના જુનાપીપલાસ ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ કરાવતો હોવાનું જાણવા મળ્યું છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર અહીના તે પણ ખાસ કરીને ભાજપના નેતાની સાથે જોડાયેલો રહેતો અલ્પેશ નામના શખ્સે કુકરમુંડાના જુનાપીપલાસ ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ કરાવતો હોવાનું જાણવા મળ્યું છે,આ બાબતે સ્થાનિકો દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાણ કરવા આવે તો આ વિભાગના આધિકારી અલ્પેશ નામના શખ્શને જાણ કરી મામલાની પતાવટ કરી દેવાનું જણાવી દેતા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આવા લોકોને અહીના સ્થાનિક લોકોએ ઓળખી કાઢ્યો છે અને હવે તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કુકુરમુંડા જ નહીં નિઝરના વિસ્તારમાંથી પણ કેટલાક લીઝ ધારકો કે અન્યો દ્વારા લીઝને ફાળવેલ વિસ્તાર સિવાય તાપી નદીના પટ માંથી અદ્યતન મશીનરીઓ દ્વારા કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ખુબ સારી રીતે આ સમગ્ર બાબતથી વાકેફ હોવા છતાં કાર્યવાહી કરતા નથી તે એક તપાસનો વિષય બનવા પામ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500