Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી 3 વર્ષ માટે એનઓસી આપી

  • May 27, 2023 

રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આગામી 3 વર્ષ માટે એનઓસી આપી છે. સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ પોતાનો રાજકિય પાસપોર્ટ સબમિટ કરી દીધો  હતો.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, વિશેષ કોર્ટે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે. તેમને મળેલ આ NOC આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે. સંસદનું સભ્યપદ છોડ્યા પછી, તેણે પોતાનો રાજકિય  પાસપોર્ટ જમા કરાવી દીધો  છે અને પોતાના માટે બનાવેલ સામાન્ય પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી છે.ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાસપોર્ટ મામલે રાહુલ ગાંધીને NOC આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન પર છે અને આ મામલાની સંવેદનશીલતાને જોતા તેમને પાસપોર્ટ મેળવવા માટે NOC આપવામાં આવી જે ન આપવી જોઈએ નહીં.રાહુલ ગાંધીને પાસપોર્ટ આપવાના કેસની સુનાવણી માટે ડો.સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલના વકીલ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રાહુલના પાસપોર્ટ પર NOC આપવાના મામલે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ.



આ દરમિયાન સ્વામીએ કોર્ટને કહ્યું કે, સામાન્ય વ્યક્તિ વધુમાં વધુ 10 વર્ષ સુધી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે પરંતુ આ એક ખાસ કેસ છે.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, 10 વર્ષ માટે પાસપોર્ટ જારી કરવા માટે કોઈ માન્ય કે અસરકારક કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળભૂત અધિકારોની જેમ પાસપોર્ટ રાખવાનો અધિકાર પણ સંપૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કોર્ટને કહ્યું કે 2019માં રાહુલ ગાંધીને મંત્રાલય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે? પરંતુ તેણે આ અંગે કોઈ સાચો જવાબ આપ્યો ન હતો.સ્વામીના કહેવા પ્રમાણે, ભારતના કાયદા અનુસાર, જો કોઈના નાગરિક પાસે બીજા દેશની નાગરિકતા છે, તો તેને ભારતીય નાગરિકતા મળી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application