સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છેલ્લા છ મહિનાથી જનક પોપટભાઈ માલવિયા રહે,બી/૨/૨૦૩/પંચતત્વ રેસીડેન્સી,મોટા વરાછા) નાનો હેરાન કરતો હતો.
યુવતી કોલેજ જવા નીકળે કે પછી ટ્યુશન કે પછી ઘરના કોઈ પણ કામ માટે નીકળે તે સમયે જનક તેનો પીછો કરી ગંદી-ગંદી કોમેન્ટ કરતો હતો અને યુવતીનો મોબાઈલ નંબરની માંગણી પણ કરતો હતો અને યુવતીના નાના ભાઈ પાસે પણ જનકે યુવતીના મોબાઈલ નંબરની માંગણી કરી હતી પરંતુ નાના ભાઈએ ના પાડતા જનકે તેની સાથે મારા-મારી કરે હતી. આ વાતની જાણ જયારે યુવતીના પિતાને થઈ ત્યારે યુવતીના પિતાએ પણ જનકને ઠપકો આપ્યો હતો.
પરંતુ જનકે યુવતીના પિતાનું પણ અપમાન કરી તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેથી યુવતીએ અમરોલી પોલીસને ફરિયાદ આપી હતી, જેની ફરિયાદના આધારે પોલીસે રોમીયો ઉર્ફે જનકની ધરપકડ કરી પૂછપરચ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500