સુરતમાં લૂંટની ઘટના બની છે. પરીવારને બંધ બનાવીને 7 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બંદૂકની અણીએ બંધક બનાવીને આ લૂંટ ચલાવવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી છે અને આ મામલે લૂંટારુઓને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.સુરતમાંટ ક્રાઈમના ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે અગાઉ મર્ડરની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હવે ચોરી, લૂંટ ફાટની ઘટનાઓ પણ બની રહી છે.
સુરતમાં રાંદેર વિસ્તારમાં માર્કેટ પાસે જ એક ઘરમાં પરીવારને બંધક બનાવીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યાં રહેતા આ સિનિયર સિટીઝનને આખી રાત બંધક બનાવાય હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર પ્રાઈમ લોકેશનનના ઘરમાં લૂંટારુઓ ઘુસી ગયા હતા અને ઘરમાં 7 લાખની લૂંટ ચલાવી હતી,આ એનઆરઆઈ પરીવાર હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
લૂંટારુઓ અચાનક આવીને ડરાવી ધમકાવીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી.લૂંટરાઓને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ માટે સીસીટીવીનો સહારો લેવામાં આવશે. આ લૂંટારુઓ ક્યાંથી આવ્યા હતા અને ક્યાંથી પલાયન થયા હતા તે મામલે સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500