Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં ગમખ્વાર માર્ગ અકસ્માત : ટ્રક પલટી મારીને બાજુમાંથી પસાર થઇ રહેલી કાર પર પડી , ચાર લોકોના મોત

  • January 05, 2024 

ડાંગ જીલ્લાના સાપુતારામાં ગઈકાલે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. લાકડાથી ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થઇ જતા, ટ્રક પલટી મારીને બાજુમાંથી પસાર થઇ રહેલી કાર પર પડી હતી. આ અકસ્માતમાં બે બાળકો સહીત ચાર લોકોના મોત નિપજ્યા છે.



ઘટનાની માહિતી પ્રમાણે સાપુતારા ઘાટમાર્ગ પર ગુરુવારે સાંજે લાકડાથી ભરેલી એક ટ્રકની બ્રેક ફેલ થઇ ગઈ હતી, જેના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ટ્રકમાં ભરેલા લાકડાના વજનને કારણે ટ્રક પલટી મારી ગઈ હતી, ટ્રક બાજુ માંથી પસાર તહી રેહેલી કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે કારમાં સવાર ચાર લોકો કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 1 પુરુષ, 2 મહિલા તેમજ 3 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. એક પ્રુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા, સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application