Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રિયા, શોવિકની જામીન અરજી પર આજે સુનાવણી

  • September 10, 2020 

સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યોરોએ (એનસીબી) ધરપકડ કરી છે. રિયા અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર ગુરુવારે આજે મુંબઈ સ્થિત વિશેષ કોર્ટ સુનાવણી કરશે. રિયાના વકીલે આ અંગે પુષ્ટિ કરી છે.

 

રિયા સામે સુશાંતને ડ્રગ્સ આપવાના તેમજ પોતે પણ સેવન કર્યું હોવાની તપાસના મામલે મંગળવારે એનસીબીએ તેની ધકરપડ કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ મંગળવારની રાત એનસીબીની લોકઅપમાં વિતાવી હતી. બુધવાર સવારના તેને ભાઈખલા જેલમાં મોકલી અપાઈ છે અને 14 દિવસ સુધી તે એનસીબીની ન્યાયીક કસ્ટડીમાં રહેશે. મંગળવારે રિયાને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

 

મંગળવારે તેની ધરપકડ બાદ તેનું મેડિકલ કરવામાં આવ્યું હતું અને કોરોના  ટેસ્ટ પણ કરાયો હતો. હવે ગુરુવારે આજે વિશેષ કોર્ટમાં રિયા તેમજ તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application