Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં આજે રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો હડતાળ પર, જાણો હડતાળ પર ઉતારવાનું શું છે કારણ...

  • July 24, 2024 

અમદાવાદીઓ જો તમે આજે કોઈ પ્લાન કર્યો હોય કે ક્યાંક ફરવા જવું છે કે બજારમાં ખરીદી કરવા નીકળવું છે અને તમારી પાસે પોતાનું વ્હિકલ નથી અને રિક્ષા કે ટેક્સી દ્વારા ક્યાંક જવાના છો તો એલર્ટ થઇ જજો. કેમ કે આજે લગભગ 2.5 લાખ જેટલાં રિક્ષા ચાલકો અને 80,000 જેટલાં ટેક્સી ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. માહિતી અનુસાર રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સની માંગ એ છે કે, સફેદ નંબર પ્લેટ પર ગેરકાયદે એગ્રીગેટર કંપનીઓના શહેરોમાં ધમધમતાં ટુ વ્હિલર બંધ કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આ કારણે રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવર્સે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જાહેરાત કરી છે. રિક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઇવર્સ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઉબેર, ઓલા, રેપિડો જેવી કંપનીઓ દ્વારા આરટીઓના નિયમ પ્રમાણે ભાડું ચૂકવવામાં આવતું નથી. બીજી બાજુ ઓનલાઈન એપ્લિકેશનને કારણે હેરાનગતિનો પણ સામનો કરવો પડે છે. એટલા માટે બુધવાર સવારના 6 વાગ્યાથી હડતાળની જાહેરાત કરીએ છીએ. આજે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના અનેક ભીડવાળા વિસ્તારોમાં મુસાફરોએ તકલીફનો સામનો કરવો પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application