મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO પાસેથી ગેરકાયદેસર રીક્ષામાં ગૌમાંસનો જથ્થો ભરી લાવનાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં જામણીયા ગામનાં ઉચલું ફળિયામાં રહેતા રવીશભાઈ ગેમુભાઈ ગામીત નાંએ ગત તારીખ 09/04/2024નાં રોજ બપોરના સમયે પોતાના કબ્જાની રીક્ષા નંબર GJ/19/U/6054નાં પાછળની સીટનાં ભાગે એક કાપડની થેલીમાં તથા ત્રણ મીણીયાવાળા પોટલામાં આશરે 150 કિલો ગૌમાંસ તે પણ કોઇ પણ પ્રકારનાં પાસ પરમિટ વગર કે પછી સમક્ષ અધિકારીનાં પ્રમાણપત્ર વિના લઈ જતાં પકડાઈ ગયો હતો.
જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ ગૌમાંસનો જથ્થો સોનગઢનાં ઈસ્લામપુરા ખાતેનાં સફી સબ્બીર કુરેશી નાઓ નવાપુર ખાતેથી લઈ આવ્યો હતો. બનાવ અંગે સોનગઢ પોલીસે પકડાયેલ રીક્ષા ચાલક સામે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ કામે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application