Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટ પર સમીક્ષા બેઠક

  • January 19, 2023 

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં રાજ્યમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ પર ઉચ્ચસ્તરીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી સમયના કામોને લઈને આ બેઠક મળી હતી.




નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના ૮૧ કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે ૫૨,૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૩૦,૯૦૮ કરોડ રૂપિયાના ૧૩૬૬ કિમી.ના ૨૨ કામો આયોજનના તબક્કામાં છે.આમ ગુજરાતમાં નેશનલ હાઇવેના બાંધકામ અને સુધારણા માટે કુલ ૧,૦૮,૬૯૦ કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે.



રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે,દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે,અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે,અમદાવાદ-શામળાજી સિક્સ લેન,ભાવનગર-સોમનાથ ફોરલેન,પાલનપુર-સામખીયાળી,મોરબી-સામખીયાળી ફોરલેન,ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.


આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના સભ્યશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોર તથા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application