ડાંગ જિલ્લાના ૧૮+ યુવાનોને કોવિડ-૧૯ રસીકરણનો ત્રીજો ડોઝ આપવા માટે, જિલ્લાની ખાનગી હોસ્પિટલો, ક્લિનિકોમા સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે, તેમ જણાવતા ડાંગ કલેક્ટરએ રસીકરણની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આરોગ્ય વિભાગની એક બેઠકને સંબોધતા કલેક્ટરએ, જિલ્લાના ખાનગી પ્રેક્ટીસ કરતા તબિબોને, આ કામગીરી માટે સરકારના ધારાધોરણો અનુસાર સર્વિસ ચાર્જ પણ અપાશે તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ અને સુબિર ખાતે આવી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે તબીબોના હકારાત્મક અભિગમની અપેક્ષા વ્યક્ત કરતા કલેક્ટરએ, આ અંગે ખાનગી તબીબોને તમામ માહિતી-માર્ગદર્શન માટે જિલ્લાનુ આરોગ્ય તંત્ર ઉપયોગી થશે, તેમ પણ જણાવ્યુ હતુ. દરમિયાન ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના RCHOએ કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાને લઈને, આગોતરી તૈયારીઓ સંદર્ભે પણ ચર્ચા કરી હતી. હાલમા જિલ્લાના બોરખેત ગામે કોરોનાનો એક, એક્ટિવ કેસ છે.
તેમ પણ પૂરક વિગતો આપતા જણાવ્યુ હતુ. ૧૮+ ના રસીકરણની કામગીરીમા શાળા/કોલેજની ભૂમિકા સુનિશ્ચિત કરવા સાથે, આગામી શાળાકીય વેકેશનને ધ્યાન લઈ આગોતરૂ આયોજન કરવાની હિમાયત કરતા, કલેક્ટરએ, ૬૦+ અને ફ્રન્ટલાઇન વર્કરોને પ્રિકોશન ડોઝ આપવાની કામગીરીની પણ સમીક્ષા હાથ ધરી હતી. જેમાં RCHOએ, આહવાના સિવિલ હોસ્પિટલમા કાયમી રીતે રસીકરણ કેન્દ્ર કાર્યરત છે તેમ જણાવી, જરૂરિયાતમંદો ત્યાથી રસી લઈ શકે છે તેમ ઉમેર્યુ હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500