ભરૂચ જિલ્લાની વાગરા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. એ.સી.બી.એ લાંચિયા કર્મીને રંગે હાથ ઝડપી પાડતા સરકારી કચેરીમાં ફડફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ એ.સી.બી.એ લાંચિયા કર્મીને છટકું ગોઠવી ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાગરા મામલતદાર કચેરીમાં બનેલ ઘટનાથી વિગત જોતા જાણવા મળે છે કે, અરજદારની અને તેમના કાકાની જમીનમાં હયાતીમાં પેઢીનામુ તૈયાર કરવા રેવન્યુ તલાટીને મળતા તેને કામના વ્યવહારના રૂપિયા 1000 હજાર માંગતા ફરિયાદીએ આપ્યા હતા. જ્યારે અરજદાર અને તેમના કાકાની ઓનલાઈન કામ કરવાના બે’ના મળીને રૂપિયા 600 અને પેઢીનામુ તૈયાર કર્યાના રૂપિયા 1000 મળી કુલ 1,600/-ની લાંચ રેવન્યુ તલાટીએ માંગી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ના હોય ભરૂચ એ.સી.બી. ઓફિસનો સંપર્ક કરતા વાગરા મામલતદાર કચેરીમાં છટકું ગોઠવતા લાંચિયો તલાટી રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ફરિયાદીના પાસેથી લાંચની રકમ સ્વીકારવા જતો રેવન્યુ તલાટી નરસિંહ લખમાજી ચૌધરી (હાલ રહે. હાઉસિંગ બોર્ડ, વાગરા)ને લાંચ રિશ્વત વિરોધી વિભાગના અધિકારીએ રંગે હાથ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application