કેરળમાં એક નિવૃત્ત શિક્ષકે 30 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન 60 જેટલી વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યું હતું. એક પૂર્વ વિદ્યાર્થિનીએ નરાધમ શિક્ષકનો પર્દાફાશ કર્યા બાદ અસંખ્ય વિદ્યાર્થિનીઓએ હિંમત બતાવી હતી. કેરળના કે.વી. શશીકુમાર નામના 60 વર્ષનાં શિક્ષક સામે 60 જેટલી વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કર્યાનો આરોપ લાગ્યો હતો. તે પછી કેરળના શિક્ષણમંત્રીએ તુરંત તપાસનો આદેશ આપ્યો હતો અને એ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
ઉચ્ચ માધ્યમિક શાળામાં વર્ષો સુધી શિક્ષક રહેનારો કે.વી. શશીકુમાર જિલ્લા શિક્ષણ સંઘનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે અને સીપીઆઈ એમનો નેતા પણ છે. માર્ચ મહિનામાં એ નિવૃત્ત થયો હતો. એ વખતે તેણે પોતાની યશસ્વી કારકિર્દીના ગુણગાન સોશિયલ મીડિયામાં ગાયા હતા. તેમાં એક વિદ્યાર્થિનીએ હિંમત કરીને તેના કારનામાનો પર્દાફાશ કર્યો હતો. એ પછી તો અસંખ્ય વિદ્યાર્થિનીઓએ હિંમત એકઠી કરીને ફરિયાદ કરી હતી.
જોકે, ફરિયાદ ઉઠતા સીપીઆઈએમે પક્ષમાંથી તેની હકાલપટ્ટી કરી હતી અને શિક્ષણમંત્રીના આદેશ બાદ આ નરાધમ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શશીકુમારે દાવો કર્યો હતો કે પાર્ટીની આંતરિક ખટપટના કારણે તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. કેટલાક કિસ્સા તો દોઢ દશકા જૂના છે, એ વિદ્યાર્થિનીઓએ આગળ આવીને ફરિયાદ દાખલ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500