ખોરજ પાસે આવેલા બાલાજી વિન્ડપાર્કમાં રહેતા નિવૃત ડીવાયએસપી સુરેશચંદ્ર ગોવિંદભાઈ બચોરિયા ઘરેથી બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઉભેલા ચાર શખ્સોએ ધમકી આપી હતી. આ મામલે તેઓએ અંકિત ગિરીશ પટેલ(રહે.બાલાજી વિન્ડપાર્ક) તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ફ્લેટના બી-બ્લોકમાં તેઓ કમિટી મેમ્બર છે. ગુનાતિત ઈન્ફ્ર્રાના ડાયરેક્ટર આશિષ શાહ સહીતોએ આ ફ્લેટમાં ૧૩૦૪ નંબરનો ફ્લેટના ટેરેસ કાંતા કાન્તિલાલ ચંદારાણાને વેચાણ આપ્યો હતો. જે ફ્લેટ થોડા સમય બાદ અંકિત પટેલએ ખરીધ્યો હતો. ત્યારબાદ તેણે ફ્લેટ રીનોવેશનનું કામ ચાલુ કરતા ઈટો ટેરેસમાં મૂકી હતી જે મામલે ચેરમેન તથા સેક્રેટરીની સૂચના બાદ તેઓએ ટેરેસ પરથી ઈટો ખસેડાવી ટેરેસનો દરવાજાને તાળું મારી દીધું હતું. જે બાબત અંકિત પટેલ ને નહિ ગમતા તે બાલાજી વિન્ડપાર્કમાં આવ્યો હતો અને તેણે બહાર ગામ જતા નિવૃત ડીવાયએસપી સુરેશચંદ્રને રોકીને રીનોવેશનું કામ કેમ અટકાવ્યું કહી અને ટેરેસ તેણે દાસ લાખમાં ખરીદ્યું હોય પોતાનુ માલિકીનું હોવાનું જણાવ્યું હતું અને આજ પછી કામ અટકાવશે તો ફ્લેટના ૧૩મા માળેથી નીચે ફેંકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અને સાથે ગાળો ભાંડી આ શખ્સો નાસી છુટ્યા હતા. જે બાદ નિવૃત ડીવાયએસપીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application