જૂનાગઢના પોલીસ હેડક્વાર્ટર્સના બ્લોક નંબર 6 માં રૂમ નંબર 7માં રહેતા અને હેડ પોલીસ કોન્સ્ટેબલ નસીમબેન યુસુફભાઈ ઉંમર વર્ષ 42 ના 26.2.2012 ના કેશોદના ઈસુબભાઈ અબ્દુલભાઈ અબડા સાથે નિકાહ થયા હતા લગ્ન જીવન દરમિયાન તેને બે સંતાનોનો જન્મ થયો હતો.
નસીમબેનના પતિ આર્મીમાં નોકરી કરતા હોવાથી રજા પર આવતા ત્યારે અવાર નવાર શંકા કરી ઝઘડો કરતા અને મારકુટ પણ કરતા હતા ગત તારીખ 8 ના ઈસુબભાઈએ નસીમ બેન સાથે ઝઘડો કરી તારા નામે જે મકાન છે તે મારા નામે કરી દે તેમ કહી ઝઘડો કર્યો હતો અને સંતાનોની સામે ત્રણ વખત તલાક આપી કહ્યું હતું કે હું તને કલાક આપીને શાંતિથી રહેવા દઈશ નહીં અને તારા સાથે જ રહીશ તારે જે કરવું હોય તે કરજે ફરિયાદ કરીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
સાસુ આસબાઇબેન પણ અવારનવાર ચડામણી કરી નસીમબેનને માર મરાવતા તેમજ સંભળામણી કરતા હતા આ અંગે નસીમબેને જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેના આધારે મહિલા પોલીસે હેડ કોન્સ્ટેબલ નસીમબેનના કેશોદ રહેતા પતિ ઈસુબભાઈ અબડા અને સાસુ આસબાઈબેન અબડા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500