ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈને અમેરિકાની Federal goverment OF the United States એફબીઆઈમાં નિવૃત્ત અધિકારી ગ્રેગએ વિરપોર પૂર્ણા નદી કિનારે આવેલા હનુમાનજીના મંદિરે યજ્ઞપૂજન વિધિ કરી શાંતિ પાઠ કરીને આરતી પુજન અર્ચન વિધિ કરી ધન્યતા અનુભવી હતી. હનુમાનજી મંદિરે શાસ્ત્રોકત વિધિથી મહાયજ્ઞમાં આહુતિ આપી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર ગામે આવેલા પુણૉ નદીના કિનારે અદભુત હનુમાનજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં વર્ષોથી સેવા પૂજા કરવામાં આવે છે.
વિદેશથી ભારત આવેલા ગ્રેગ અને કલાઈડ ભારતીય સંસ્કૃતિથી વિષે વાંચેલી માહિતી અંતર્ગત ભારત દેશની આધ્યાત્મિકયાત્રા, ભારત દેશનું વૈવિધ્ય, અનેકતામાં એકતાથી પ્રભાવિત થઈને ભારતની સરદારની ભુમિની મુલાકાત કરવા ઈચ્છા વ્યક્ત કરતાં બારડોલીનાં મુકુલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રજ્ઞાબેન કલાર્થી ગાંધીવાદી વિચારધારાને વરેલા બેનનાં સંપર્કમાં આવતાં ભારતીય સંસ્કૃતિ પરંપરાગત યજ્ઞમાં આહુતિ આપવા માટે વિરપોર હનુમાનજી મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપોર હનુમાનજી મંદિરે યજ્ઞપૂજન વિધિ શાસ્ત્રોકત વિધિથી કરવામાં આવી હતી અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને આરતી ઉતારી હતી. વિદેશથી ભારત આવેલા ગ્રેગ દ્વારા પુજન અર્ચન કરવામાં આવી હતી અને ગ્રેગે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ શ્રેષ્ઠ છે. યજ્ઞ પુજન વિધી કરવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application