નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સરજાહેરમાં એક નિવૃત્ત ASIના આશાસ્પદ પુત્રની હત્યા કરવામાં આવી છે. ત્રણ અજાણ્યા ઈસમોએ યુવક પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આથી લોમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.આ બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ચીખલી દોડી આવ્યા હતા અને હમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોહીલુહાણ હાલતમળતી માહિતી મુજબ,મૃતક યુવકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું જણાવ્યું છે. જોકે,પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. ચીખલી તાલુકાના થાલા ગામે શિવેચ્છા સોસાયટીમાં વિનલ પટેલ પરિવાર સાથે રહેતો હતો. રાતે 8 વાગ્યે વિનલ પોતાના મોપેડ પર કોલેજ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક બાઇક પર ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા અને વિનલની બાઇકને આંતરી હતી. ત્યાર બાદ લોખંડની પાઇપ વડે વિનલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આથી વિનલ મોપેડથી નીચે પટકાયો હતો જે બાદ હુમલાખોરો તેની ઉપર તૂટી પડ્યા હતા અને વારંવાર તેની પર હુમલો કર્યો હતો.
પોલીસને જોઈ બાઇક મૂકી આરોપીઓ ફરાર
આથી વિનલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જો કે, ચીખલી પોલીસને આ અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી. પોલીસને જોઈ હુમલાખોરો પોતાની બાઇક મૂકીને ત્યાંથી ફરાર થયા હતા. પોલીસે પોતાની વાનમાં વિનલ પટેલને ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. પરંતુ,સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, હુમલા પાછળનું કારણ હાલ અકબંધ છે.
ધારાસભ્ય નરેશ પટેલે મૃતક યુવકના પરિજનોને મળ્યા
મૃતક યુવકના પરિવારે આરોપીઓને પકડવા માગ કરી કહ્યું કે, જ્યાં સુધી આરોપીઓ પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારશે નહીં. બીજી તરફ ધારાસભ્ય નરેશ પટેલે મૃતક યુવકનાં પરિજનોની મુલાકાત લીધી હતી. તેમને પરિવારને સાંત્વના આપી હતી અને પોલીસને આ મામલે ઝડપી તપાસ કરવા સૂચના આપી હતી. સર જાહેરમાં યુવકની હત્યા થવાથી કોળી પટેલ સમાજના આગેવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500