Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદને કારણે દેશનાં કેટલાક ભાગોમાં ટામેટાનાં છૂટક ભાવ આસમાને : ટામેટાની સાથે કેટલીક શાકભાજીનાં ભાવમાં ઝડપથી વધારો થયો

  • June 27, 2023 

કાળઝાળ ગરમી, ઓછા ઉત્પાદન અને મોડા વરસાદને કારણે દેશના કેટલાક ભાગોમાં ટામેટાંના છૂટક ભાવ આસમાને પહોંચ્યા છે. જો છૂટક ભાવની વાત કરવામાં આવે તો 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. જથ્થાબંધ બજારોમાં તે 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાંની સાથે સાથે કેટલીક શાકભાજીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં આ કિંમતો મોંઘવારી ઘટાડવાના આરબીઆઈના પ્રયાસો પર પાણી ફેરવી શકે છે.



વેપારીઓના જણાવ્યા અનુસાર, મે મહિનામાં ટામેટાના ભાવ જથ્થાબંધ બજારમાં 3-5 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 10-20 રૂપિયા પ્રતિ કિલો હતા. પરંતુ જૂનમાં તેમાં અચાનક વધારો થયો અને હવે રૂપિયા 100થી ઉપર છે. છેલ્લા સપ્તાહમાં ટામેટાના ભાવ ત્રણ ગણા વધી ગયા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ટામેટાંની ઓછી સપ્લાયને કારણે બેંગ્લોરથી ટામેટાં આવી રહ્યાં છે. તાજેતરમાં પડેલા વરસાદથી પાકને નુકસાન થયું છે. જેના કારણે વેપારીઓ વાયરના આધારે પ્લાન્ટ ઉભા કરી રહ્યા છે.



દિલ્હીના વેપારીઓ ટામેટાં મેળવવા માટે મહારાષ્ટ્રના ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે, ભવિષ્યમાં ભાવ ઉંચા રહે તેવી કોઈ શક્યતા નથી. જ્યારે નવો પાક આવશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ જો હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં વધુ વરસાદ પડશે તો પાકને અસર થઈ શકે છે અને ભાવ ઊંચા રહી શકે છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ટામેટાની વાવણી ઘટી હતી કારણ કે મોટાભાગના ખેડૂતો કઠોળ તરફ વળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application