Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રીશ્રીના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા ૧૧ માસમાં બે લાખથી વધુ નાગરિકો સાથે સીધો સંવાદઃ ફીડબેક મેકેનિઝમનું ઉત્તમ મોડેલ પૂરું પાડ્યું

  • December 15, 2020 

સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ તેમના નિવાસસ્થાને, ગાંધીનગર ખાતેથી સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના લાભ અંગે છેવાડાના નાગરિકો પાસેથી સાચા ફિડબેક-પ્રતિભાવ મેળવવા સી.એમ. ડેશ બોર્ડ-જનસંવાદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ફિડબેક મેકેનિઝિમનું ઉત્તમ મોડેલ એટલે મુખ્યમંત્રીશ્રી જનસંવાદ કેન્દ્ર.

 

 


આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા અગિયાર માસમાં અત્યાર સુધીમાં વિક્રમજનક બે લાખથી વધુ એટલે પ્રતિમાસ ૧૮ હજારથી વધુ શહેરી અને ગામડાના છેવાડાના નાગરિકો સાથે સીધો સંવાદ કરીને સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના લાભ અંગે હકીકતલક્ષી પ્રતિભાવો મેળવ્યા છે.
ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન વિવિધ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને અપાયેલી સારવાર અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જનસંવાદ કેન્દ્રમાંથી સીધો સંવાદ કરીને તેમના ખબર અંતર પૂછીને તેમને મેળવેલી સરકારી સેવાઓની હકીકતલક્ષી માહિતી મેળવી હતી.

 

 


છેલ્લા ૧૧ માસ દરમિયાન જનસંવાદ કેન્દ્રના માધ્યમથી ગુજરાત સરકારની ૧૦૦ કરતાં વધુ વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓના લાભાર્થી પાસેથી ફિડબેક લેવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી આત્મનિર્ભર પેકેજ, મા અમૃતમ યોજના, વિધવા સહાય, કૃષિ રાહત પેકેજ, આઈ-ખેડૂત પોર્ટલ હેઠળ ખેડૂત લક્ષી યોજનાઓ, જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

 

 


આ યોજનાઓ અંતર્ગત અપાતી સેવાઓમાં હોસ્પિટલમાં સારવાર માટે OPD, ડિજિટલ ગુજરાત હેઠળ વિવિધ સેવાઓ જેમ કે, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, આઈ-ઓરા હેઠળ બિનખેતી, ઔદ્યોગિક હેતુ માટેની પરવાનગી ગણોતધારા હેઠળ પ્રીમીયમ તેમજ બિનખેતી પરવાનગી, ઈ-ધરા, સીટી સર્વેની નોંધો, ઓ.ડી.પી.એસ. હેઠળ નકશાની પરવાનગી, ઈ-નગર અને GSRTC - બસ સેવાનો સમાવેશ થાય છે.

 

 


અત્રે ઉલ્લેખનીય છે કે, જનસંવાદ કેન્દ્રમાંથી શરૂઆતના સમયમાં દરરોજ ૧૫ જનમિત્રો દ્વારા સરેરાશ ૫૦૦ લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવતો હતો, જે હવે વધીને ૧૫૦૦ થયો છે.
જનસંવાદ કેન્દ્રમાંથી કરવામાં આવેલ સંવાદથી લાભાર્થીઓનો સંતુષ્ટ દર ૮૦ ટકા જેટલો રહ્યો છે તેમ સી.એમ. ડેશબોર્ડ – જનસંવાદ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application