સોનગઢના લીંબી ગામના મોટીપીપળી વિસ્તારના નદી ફળિયાથી લઈને ઉકાઈ-ખેરવાડા મુખ્ય રોડ સુધીના રસ્તાના કિનારે પાઇપલાઇન નાંખવા માટે કોન્ટ્રાક્ટરના માણસોએ ખોદકામ કર્યું છે અને આ ખોદકામના સ્થળે પાઇપલાઇન નાંખ્યા બાદ યોગ્ય રીતે માટી પુરાણ કરવામાં આવ્યું ન હતું અને તે રસ્તેથી ગત તારીખ 04/11/2023ના રોજ સાંજે શેરડી ભરેલી ટ્રક પસાર થતાં સમયે ખોદકામવાળી પોંચી જમીનના કારણે ટ્રક પલ્ટી ગઈ હતી અને ટ્રકમાં ભરેલ શેરડી રસ્તા કિનારીના એક કાચા ઘરના છાપરા અને ટોયલેટ તેમજ બાથરૂમ પર પલટતાં નુકસાન થયું હતું. જયારે આ ઘટનામાં ટ્રકના ચાલક અને ક્લીનર સહિત સાત વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application