Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : ગુમ થયેલ યુવતી તથા તેમની પુત્રીની ભાળ મળ્યેથી ટાઉન પોલીસને જાણ કરવા અનુરોધ

  • July 05, 2023 

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ગુમ જાણવા જોગ નં.૩૪/૨૦૨૩ના કામે ગુમ થનાર સરસ્વતીબેન પ્રદીપકુમાર મુલચંદ જોધવાની ઉ.વ.૩૩ અને તેમની નાની દીકરી આરોહી ઉર્ફે મોહિની ઉ.વ.૮ માસ રહે.ઘર નંબર ૨૦ શ્રી પાર્ક સોસાયટી  છાપરા રોડ જિ. નવસારી ગઇ તા.૨૬/૦૬/૨૦૨૩ના રોજ બપોરે ૧:૦૦ કલાકે ઘરેથી પોતાની મોટી દીકરી પ્રિયલના ટયુશન ક્લાસમાં રાખવામાં આવેલ પેરેન્ટસ મીટીંગમાં જાઉં છું કહીને દીકરી સાથે ક્યાક જતા રહેલ છે.


જે બાબતે જાહેરાત આપનાર પોતાના સગા સંબંધીને ત્યા તપાસ કરતા આજ દિન સુધી શોધ ખોળ કરતાં મળી આવેલ નથી. ગુમ થનાર સરસ્વતીબેન પ્રદીપકુમાર મુલચંદ જોધવાનીએ શરીરે ગ્રે કલરનું જીન્સ પેન્ટ તથા મરુન કલરનું ટોપ તથા બ્લુ કલરનો દુપટ્ટો પહેરેલ છે, શરીરે મજબુત બાધો, વાને ઘઉં વર્ણ છે અને ઊંચાઈ આશરે ૫ ફૂટ ૯ ઇંચ છે તથા તેમની બાળકી આરોહી શરીરે ગુલાબી તથા રાખોડી કલરનો બાબો શૂટ પહેરેલ છે શરીરે પાતળો બાધો, વાને ઘઉં વર્ણ છે. જેથી સદર ગુમ થનાર આ યુવતી તથા બાળકીની ની ભાળ મળ્યેથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન જાણ કરવા જાહેર અનુરોધ કરાયો છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application