વ્યારાના તાડકુવા ખાતેની સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમાં કોલેજ કેમ્પસમાં બધા આમંત્રિતો ધ્વજવંદન માટે એકઠા થયા. તેમજ બી.એચ.એમ.એસ.નાં ત્રીજા વર્ષના વિદ્યાર્થી ઘેવરિયા કૌશલ ભરતભાઈ મુખ્ય મહેમાનને એસ્કોર્ટ કરીને ધ્વજ તરફ કૂચ કરી હતી.
ટ્રસ્ટી કેયુરભાઈ શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ દિવસના મુખ્ય મહેમાનએ ટૂંકું દેશભક્તિ ભાષણ આપ્યું. ત્યારબાદ પ્રિન્સિપાલ ડો.જ્યોતિ આર.રાવે ડોકટરો અને વિદ્યાર્થીઓને દેશની ભલાઈ અને સંસ્થાના નામ માટે વધુને વધુ પ્રગતિ કરવા માટે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ચોથા બી.એચ.એમ.એસ.ના વિદ્યાર્થી જિજ્ઞાસા આહિરે દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મીઠાઈ લીધા પછી બધા છૂટા પડયા હતા. આ કાર્યક્રમ એક્ટિવિટી કમિટી દ્વારા પ્રિન્સિપાલ ડો.જ્યોતિ આર.રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application