Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Republic Day : દેશની ત્રણેય સેનાઓ કરે છે અલગ-અલગ રીતે સેલ્યુટ, જાણો બધાનો તફાવત શું છે..

  • January 27, 2022 

દેશભરમાં આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડ કોરોના પ્રોટોકોલ સાથે આયોજિત થઈ હતી અને આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય સેનાઓની સલામી સ્વીકારી હતી. દેશની ત્રણેય સેના- થલ સેના, વાયુ સેના અને નૌસેનાની સેલ્યુટ કરવાની પદ્ધતિ અલગ-અલગ છે. તેના પાછળ એક ખાસ કારણ રહેલું છે. તો ચાલો જાણીએ કઈ સેના કઈ રીતે સેલ્યુટ કરે છે અને ત્રણેય વચ્ચે શું તફાવત છે તેના વિશે.

ઈન્ડિયન આર્મી સેલ્યુટ

ઈન્ડિયન આર્મી એટલે કે, થલ સેનાની સેલ્યુટ આખી હથેળી બતાવીને કરવામાં આવે છે. સેલ્યુટ સમયે હાથનો આખો પંજો સામે દેખાડવામાં આવે છે. તેમાં તમામ આંગળીઓ ખુલ્લી રહે છે તથા અંગૂઠો માથા અને આઈબ્રોની વચ્ચે રહે છે. 

ઈન્ડિયન નેવી સેલ્યુટ

ઈન્ડિયન નેવી એટલે કે, નૌસેનાની સેલ્યુટ આર્મી સેલ્યુટ કરતાં અલગ હોય છે. તેમાં હથેળી નથી દેખાતી. હાથ સંપૂર્ણપણે નીચેની તરફ વળેલો હોય છે. અંગૂઠાની સ્થિતિ માથા પર માથા અને આઈબ્રોની વચ્ચે રહે છે. 

ઈન્ડિયન એરફોર્સ સેલ્યુટ

ઈન્ડિયન એરફોર્સ એટલે કે, વાયુ સેનાની સેલ્યુટ પહેલા આર્મીના જેમ જ કરવામાં આવતી પરંતુ 2006માં એરફોર્સે પોતાના જવાનો માટે સેલ્યુટના નવા ફોર્મ તૈયાર કર્યા હતા. સેલ્યુટ દરમિયાન હાથ અને જમીન વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો બને છે. સેલ્યુટ કરતી વખતે વાયુ સેના આસમાન તરફ પોતાના કદમને દર્શાવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application