ખેડાના નડિયાદમાં નકલી હળદળની ફેક્ટરી મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. તમામ સેમ્પલ અખાદ્ય હોવાનો રીપોર્ટ સામે આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલો લઈ ભુજ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.નડિયાદ મિલ રોડ પરથી ડુપ્લેકેટ હળદરની ફેક્ટરી ઝડપવાના મામલે લેબમાંથી આવેલા રીપોર્ટ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીઘેલા તમામ સેમ્પલ અખાદ્ય હોવાનો રીપોર્ટ સામે આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલો લઈ ભુજ સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા.
લેબોરેટરીના રીપોર્ટમાં તમામ નમૂના ધારાધોરણ મુજબના ના હોવાનું સામે આવ્યું છે. તમામ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ હોવાથી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ બાદ બે શખ્સો વિરુદ્ધ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ફેક્ટરીમાં જ નકલી હળદળ બનાવવામાં આવતી હતી. પોલીસે આ મામલે તપાસ કરાતા કુલ 54 લાખ 92 હજાર 550 રુપિયાનો મુદ્દામાલ પણ સીઝ કર્યો હતો.ડુપ્લિકેટ હળદરમાં ઓલિયોરેઝીન કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદમાંથી નકલી હળદરની ફેક્ટરી પકડાવાના કેસમાં સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી હતી.જેથી કોચીમાં જઈને પણ તપાસ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application