નાણાંકીય વર્ષ 2022-23 માટે RBIની છેલ્લી ક્રેડિટ પોલિસીનાં નિર્ણયોની આજે જાહેરાત થઈ હતી. RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે MPCની બેઠકના પરિણામો વિશે માહિતી આપી હતી અને તેમાં રેપોરેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે જ હવે રેપોરેટ વધીને 6.25 ટકાથી 6.50 ટકાએ પહોંચી ગયો છે. કેન્દ્રીય બેંકનાં આ નિર્ણયથી હોમ લોનની EMI વધારો થશે. રેપો રેટમાં વધારા બાદ હોમ લોન EMI, કાર લોન અને પર્સનલ લોન પણ મોંઘી થશે. મે 2022માં રેપો 4 ટકા હતો, જે હવે વધીને 6.5 ટકા થઈ ગયો છે.
ફુગાવાને અંકુશમાં લેવા માટે આ નિર્ણયો લેવા જરૂરી હતા. આ મામલે RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ગ્લોબલ ઈકોનોમી અને મોંઘવારીનાં આંકડામાં થઇ રહેલા ઉતાર-ચઢાવ અર્થતંત્ર પર અસર કરી રહ્યા છે. ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે પણ ગ્લોબલ પડકારો હજુ આપણી સામે ઊભા છે અને તે અનુસાર જ નિર્ણયો કરવા પડે છે. RBIનાં ગવર્નરે કહ્યું કે, નાણાંકીય વર્ષ 2023 માટે ભારતનાં GDPનો અનુમાન 7 ટકા રખાયો હતો. નાણાંકીય વર્ષ 2023-24માં મોંઘવારીનો દર 4 ટકાના દાયરાથી ઉપર રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રેપોરેટ વધારવા અંગે યોજાયેલી બેઠકમાં 6 સભ્યોમાંથી 4 સભ્યોએ તેની તરફેણમાં વોટિંગ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500