બોલિવૂડને જાણે નજર લાગી હોય તેમ એક પછી એક દુ:ખદ સમાચારો આવી રહ્યાં છે. ત્યારે હવે સલમાન ખાનની ફિલ્મના દિગ્દર્શકના નિધનના સમાચાર જાણવા મળ્યા છે. પ્રસિદ્ધ દિગ્દર્શક સિદ્દકી ઇસ્માઇલનું મંગળવારે 8મી ઓગષ્ટના રોજ ઉંમરના 63માં વર્ષે નિધન થયું છે. લિવરની બિમારીને કારણે તેમેન પાછલા મહિને કોચીની એક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતાં. સોમવારે એટલે કે 7મી ઓગષ્ટના રોજ બપોરે સિદ્દીકીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને એક્સ્ટ્રાકોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. તબીબોના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને બચાવી શકાયા નહતાં.
સિદ્દીકી ઇસ્માઇલનું પાર્થિવ શરીર કડવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં 9મી ઓગષ્ટના રોજ સવારે 9 થી 11:30 સુધી અને ત્યાર બાદ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે જેથી લોકો તેમને શ્રદ્ધાંજલી આપી શકે. ત્યાર બાદ સાંજે 6 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સિદ્દીકીના પરિવારમાં તેમના પત્ની સિજતા અને ત્રણ દિકરીઓ સમાયા, સારા અને સૂકુન છે.સિદ્દીકી ઇસ્માઇલ જાણીતા મલ્યાલમ ફિલ્મના દિગ્દર્શક હતાં. મલ્યાલમ ઉપરાંત તેમણે તમીળ, તેલગુ અને હિન્દી ફિલ્મોમાં પણ દિગ્દર્શન કર્યું છે. તેમણે સલમાન ખાનની ફિલ્મ બોડિગાર્ડનું દિગ્દર્શન કર્યું હતું. 2020માં રિલીઝ થયેલ ફિલ્મ બિગ બ્રધર એ દિગ્દર્શક તરીકેની તેમની છેલ્લી ફિલ્મ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application