Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

  • September 21, 2022 

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન આજરોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. જોકે ગત તા.10 ઓગસ્ટનાં રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.




જ્યાં તેઓ 42 દિવસથી 'કોમા'માં હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહી હતી. રાજુ શ્રીવાસ્તવ શોબિઝ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું તેમણે અનેક ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું તેમજ રિયાલિટી શોમાં પણ રાજુએ પાર્ટીસિપેટ કર્યું હતું. પરંતુ રાજુને ઓળખ કોમેડી શો ‘The Great Indian Laughter Challenge’થી મળી હતી. આ શોમાં મળેલી સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ ફરીને નહોતું જોયું.





રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન અને સાથે-સાથે નેતા પણ હતા. તેઓ બીજેપી સાથે જોડાયેલા હતા. કોઈ પણ ગોડફાધર વિના રાજુને આટલી સફળતા મેળવતા જોવું પ્રેરણાદાયક છે. રાજુ વિશે વાત કરીએ તો તેઓ અનેક પોપ્યુલર શોમાં કામ કરી ચૂક્યા હતા અને તેઓ દેશનાં પોપ્યુલર કોમેડિયન હતા.





તેમણે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’, બિગબોસ, શક્તિમાન, કોમેડી સર્કસ, ધ કપિલ શર્મા શો જેવા અનેક શો કર્યા હતા. આ ઉપરાંત તેઓ બોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા હતા. જેમ કે, 'મેને પ્યાર કિયા', 'તેજાબ', 'બાજીગર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં જ તેઓ ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયનમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે નજર આવ્યા હતા.





ગુજરાન ચલાવવા માટે ઓટો ચલાવી હતી


જયારે એક ઈન્ટરવ્યુમાં રાજુએ કોમેડી શોને લઈને કહ્યું હતું કે, જ્યારે હું મુંબઈ આવ્યો હતો ત્યારે લોકો કોમેડિયનને કંઈ ખાસ નહોતા સમજતા. તે સમયે તો જોક્સ જોની વોકરથી શરૂ થઈને જોની વોકર પર જ પૂરા થઈ જતા હતા. તે સમયે સ્ટેન્ડ અપ કોમેડીનું કોઈ સ્થાન નહોતું તો ત્યારે જે જગ્યા મને જોઈતી હતી તે ન મળી જેથી રાજુ મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યો હતા ત્યારે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઓટો ચલાવતા હતા આટલું જ નહીં એક પેસેન્જરના કારણે જ રાજુને મોટો બ્રેક મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application