Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું

  • January 15, 2024 

માં અંગે અનેક રચનાઓ લખનારા પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઇ ગયું. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા. તેમની લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી. તેમને તારીખ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની ICUમાં સારવાર ચાલી રહી હતી. રાણાએ 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુનવ્વરને કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુનવ્વર રાણાની દીકરી સુમૈયાએ કહ્યું કે, તેમના પિતાને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.



તેમની દફનવિધી કરવામાં આવશે. મુનવ્વરના પરિવારમાં તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરો છે. રાણાના દીકરા તબરેજે કહ્યું કે, બીમારીના કારણે તેમના પિતા 14-15 દિવસથી સારવાર હેઠળ હતા. તેમને અગાઉ લખનઉની મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રવિવારે રાતે આશરે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. રાણા ઉર્દૂ સાહિત્ય જગતની પ્રસિદ્ધ હસ્તી હતા. તારીખ 26 નવેમ્બર 1952નાં  રોજ રાયબરેલીમાં તેમનો જન્મ થયો હતો. તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. તે તેમની બેબાક નિવેદનબાજીને લીધે પણ જાણીતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application