નવસારી શહેરનાં રોડ રસ્તા અને ફૂટપાથ પર ધમધમતી ગેરકાયદેસર લારી કેબિનને દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા આરંભાઈ હતી જેના ભાગરૂપે શિવાજી ચોકથી લઈને રામનગર સર્કલ સુધી રોડ રસ્તાની નડતરરૂપ 14 જેટલી લારી અને કેબિનને પાલિકા દ્વારા દૂર કરવામાં આવી છે. નવસારી શહેરમાં સાંકડા રસ્તા હોવાને લઈને ટ્રાફિક જામની સમસ્યાઓ સતત સામે આવતી હોય છે. જયારે રોડ રસ્તા અને ફૂટપાથને નડતરરૂપ લારીઓ લોકોને નડતરરૂપ થવાથી માથાનાં દુખાવા સમાન સમસ્યા બની છે. ત્યારે પાલિકા સમયાંતરે નડતરરૂપ લારીઓને દૂર કરવાની હોય છે. ત્યારે નવસારીનાં વિજલપોર વિસ્તારમાં પાલિકાનાં 30 જેટલા સ્ટાફ દ્વારા રોડ રસ્તાની ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં કેટલાક વેપારીઓએ વાંધો પણ ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application