Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સઉદી અરબસ્તાનમાં ૮,૦૦૦ વર્ષ પહેલાના નવ પાષાણ યુગની વસ્તીના અવશેષો મળ્યા, ૨,૮૦૭ કબરો પણ મળી

  • August 02, 2022 

સઉદી અરબીસ્તાનનાં રણમાં પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન અલ્-ફાઓ વિસ્તારમાં એક મંદિર તથા વેદી પણ મળી આવ્યાં છે. સાથે નવ પાષાણ યુગના અવશેષો પણ મળી આવ્યાં છે. આ અલ્-ફાઓ પ્રાચીન ''કીડા'' રાજ્યની રાજધાની હોવાનું પણ ત્યાંથી પ્રાપ્ત લખાણો ઉપરથી જાણવા મળ્યું છે.



આ અલ્-ફાઓ નગર, અલ્-રબ-ખલી નામના રણના એક વિસ્તારનાં કિનારે આવેલું હતું. તે વાડી અલ્-દાવાસિરથી ૧૦૦ કિ.મી. દૂર દક્ષિણે આવેલું છે.સઉદી ગેઝેટ-કોમ. ડચ પ્રમાણે અલ્-ફાઓમાં સઉદી અરબ હેરિટેઝ કમીશન તરફથી એક મલ્ટી-નેશનલ ટીમ સર્વે કરવા ગઈ હતી. તેઓએ ત્યાં ઊંડો અભ્યાસ કર્યો તેમાં કેટલીએ ચીજો નીકળી આવી હતી.તેમાં સૌથી મહત્ત્વની શોધ તો એક સ્ટોન-ટેમ્પલ અને વેદીના કેટલાંક ભાગો છે. એવું મનાય છે કે, અલ્-ફાઓના લોકો અહીં ''અનુષ્ઠાન'' કરતા હશે. અલ્-ફાઓના પૂર્વના વિસ્તારમાં મળેલું પથ્થરનું મંદિર માઉન્ટ તુર્બકના એક કીનારા પર છે, જેને ખશેમ કારીયાદ કહેવામાં આવે છે.આ ઉપરાંત ત્યાંથી ૮,૦૦૦ વર્ષ પહેલાના નવ પાષાણ યુગની વસ્તીના અવશેષો પણ મળી આવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા સમયની ૨,૮૦૭ કબરો પણ મળી આવી છે.




અલ્-ફાઓમાં જમીનની અંદર રહેલા કેટલાયે ધાર્મિક શિલાલેખો પણ મળી આવ્યાં છે. તેથી ત્યાંના નિવાસીઓની ધાર્મિક માન્યતા વિષે પણ જાણી શકાય તેમ છે. આ સર્ચમાં અલ્-ફાઓની ભૌગોલિક રચના વિષે પણ માહિતી મળી આવી છે. સાથે તેની જટિલ સિંચાઈ વ્યવસ્થા, નહેરો, પાણીના કુંડ તેમની ત્યાં સેંકડો ખાડા પણ મળી આવ્યા છે. જે દ્વારા પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવતું હશે તેમ માનવામાં આવે છે. દુનિયાના આ કઠોર રેગીસ્તાનમાં આ રીતે જળ-સંગ્રહ થતો હશે.



માઉન્ટ તુબેકના પથ્થરો ઉપરનું આર્ટ-વર્ક અને શિલાલેખ માધેકર બિન મુનીમ નામના શખ્સનું જીવન દર્શાવે છે. આ ઉપરાંત તે આર્ટવર્કમાં શિકાર, યાત્રા તથા યુદ્ધ વિષે પણ માહિતી અપાઈ છે.સઉદી અરબીસ્તાનનું હેરિટેજ કમીશન આ સર્વે એટલા માટે કરાવે છે કે દેશની વિરાસત વિષે જાણી શકાય. લોકો પણ તે જાણવા આતુર છે. તેને સુરક્ષિત રાખવા માગે છે. અલ્-ફાઓમાં હજી સંશોધન ચાલી રહ્યું છે. તેથી ઘણી ઘણી નવી માહિતી પણ મળતી રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application