ડાંગ જિલ્લામાં ગત ચોમાસુ ભારે વિનાશકારી રહ્યું છે. સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ઘાટમાર્ગમાં વિશાળ માટીની ભેખડો, પત્થરની શિલાઓ, વૃક્ષો ધરાસાયી થતા માર્ગને વ્યાપક પ્રમાણમાં હોય નુકસાન થતા હળવા વાહનો ચાલુ રાખી ભારે વાહનો સહિત એસટી સેવા છેલ્લા 6 મહિનાથી બંધ કરી દેવાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉભી થવા પામી હતી. હાલ માર્ગ ઉપર પડેલ કાટમાળ ખસેડી માર્ગ પહોળો કરવા સાથે માર્ગ સાઈડ ઊંડી ખીણમાં સંરક્ષણ દિવાલની કામગીરી પુરજોસમાં ચાલુ કરી દેવાઈ છે.
ત્યારે ઇતિહાસમાં સતત 6 મહિના સુધી એસ.ટી.સેવા અને ભારે વાહનો માટે બંધ કરાયેલા સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના કારણે નોટિફાઇડ કચેરીને ટોલટેક્સ ની કરોડો રૂપિયાની આવક પણ ગુમાવવાની નોબત સર્જાઈ હતી. સાપુતારા માલેગામ આંતરરાજ્ય ધોરીમાર્ગ સતત મહારાષ્ટ્ર રાજ્યના ધાર્મિક સ્થળો નાસિક, શિરડી, શનિદેવના શ્રદ્ધાળુઓ અવરજવર કરવા સાથે શાકભાજી, ફ્રુટ, દૂધના સેકડો વાહનો અવરજવર કરતા હોય તંત્ર દ્વારા સાપુતારા માલેગામ ઘાટ માર્ગને અપગ્રેટ બનાવી વાહન ચાલકોને પડતી મુશ્કેલી નિવારવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500