Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહતના સમાચાર : તાપી જિલ્લામાં રવિવારે કોરોનાના માત્ર ૨ કેસ નોંધાયા, વધુ ૬ દર્દીઓ સાજા થયા

  • June 06, 2021 

તાપી જિલ્લામાં રવિવારે કોરોના દર્દીના માત્ર ૨ કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર તા.છઠ્ઠી જુન ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના માત્ર ૨ કેસ સામે આવ્યા છે. જેમાં ઉચ્છલના આનંદપુર ગામના કોટવાળ ફળીયામાં ૨૨ વર્ષીય મહિલા અને વ્યારાની ચંદનવાડી સોસાયટીમાં ૨૪ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે વધુ ૬ દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે.

 

 

 

 

હાલ ૨૦ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૫૮ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૧૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૩૬૨  સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૪ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૪ દર્દીઓના મોત નિપજ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application