તાપી જિલ્લામાં શુક્રવારે પણ કોરોના દર્દીનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.આઠમી ઓક્ટોબર નારોજ સાંજ સુધીમાં જિલ્લામાં કોરોના પોઝીટીવનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે જિલ્લામાં માત્ર એકજ કેસ એક્ટીવ છે.
જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૫ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૬ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૯ દર્દીઓના મોત નિપજ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
- વાલોડ તાલુકો – કુલ ૭૯૪ કેસો
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૪ કેસો
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application