ચાલુ વર્ષે સર્વત્ર વરસાદ સારો વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે. આજે એટલે કે તા.૨૭મી ઓગસ્ટ નારોજ બપોરે ૩ કલાકે ઉકાઈ ડેમની સપાટી ૩૩૬.૬૨ ફૂટે પહોંચી ગઈ છે. જોકે હાઈ એલર્ટ નજીક ડેમની સપાટી પહોંચી ગઈ હોવાથી તંત્ર સતર્ક થઈ ગયું છે. જોકે ઉકાઈ ડેમના તમામ દરવાજા બંદ કરી હાઈડ્રો મારફતે ૨૩ હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની ભયજનક સપાટી ૩૪૦ ફૂટ છે.
૮૦ ટકાથી વધુ પાણી ભરાયું
ચોમાસાની ચાલુ વર્ષે બદલાયેલી પેટર્ન વચ્ચે પણ તાપી નદીના ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લા માટે આશિર્વાદ રૂપ સમાન ઉકાઈ ડેમ ૮૦ ટકાથી વધારે ભરાઈ ગયો છે. હવે ડેમ હાઈ એલર્ટ લેવલની નજીક પહોંચી ગયો છે.
હાઈડ્રો મારફતે પાણી છોડવાનું યથાવત
આજે એટલે કે તા.૨૭મી ઓગસ્ટ શનિવાર નારોજ બપોરે ૩ કલાકે ઉકાઈ ડેમમાં પાણીની આવક ૨૩,૨૦૦ ક્યુસેક નોંધાઈ છે. જેની સામે ૨૩,૨૦૦ ક્યુસેક પાણી ડેમમાંથી હાઈડ્રો મારફતે છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે રાહત છે પરંતુ ડેમની સપાટીને લઈને તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. આજે બપોરે ૧૨ કલાકે હથનૂર ડેમમાંથી ૧૧,૪૪૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી ૨૧૦.૩૫૦ મીટર નોંધાઈ છે, ડેમના ૪ દરવાજા ૧.૫૦ મીટર ખોલવામાં આવ્યા છે, તેમજ પ્રકાશા ડેમની સપાટી ૧૦૭.૭૦૦ મીટર નોંધાઈ છે, ડેમના ૨ દરવાજા વાટે ૨૪,૫૦૮ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500