ઉપરવાસમાં વરસાદનું જાર ઘટી જતાં હથનુર ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉકાઇ ડેમનું રૂલ લેવલ વધારીને ૩૪૦ પર લઇ જવામાં આવ્યુ છે. જેના પગલે ઉકાઇમાંથી પણ પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરાતા ઉકાઇ ડેમની સપાટી વધીને ૩૩૭.૧૮ ફુટ પર પહોચી છે. માત્ર હાઇડ્રોલિક માટે ૧૭,૫૪૩ કયુસેક પાણી છોડવામાં આવી રહ્ના છે.
ઉપરવાસમાં વરસાદનું જાર ઘટી જવા પામ્યુ છે. જેથી હથનુર ડેમમાંથી પાણી છોડવાની માત્રા ઘટાડીને ૨૮,૩૪૫ કયુસેક કરી દેવામાં આવી છે. તેમજ હથનુર ડેમમાં પાણીની આવકનો સંગ્રહ કરાતા તેની સપાટી વધીને ૩૧૧.૫૫ મીટર પર પહોચી છે. ૧લી સપ્ટેમ્બરથી ઉકાઇ ડેમનું રૂલ લેવલ ૩૪૦ થઇ ગયુ છે. જ્યારે ઉકાઈ ડેમને ૩૪૫ ફૂટ સુધી ભરી શકાય છે. જેથી ઉકાઈ ડેમમાં પણ પાણીની માત્ર ઘટી જવા પામી છે.
હાલ ઉકાઇમાં ૪૯,૨૨૮ ક્યૂસેક પાણીની આવક સામે ૧૭,૫૪૩ કયૂસેક પાણીની જાવક છે. ઉકાઈ ડેમની સપાટી ૩૩૭.૧૮ ફૂટ પર પહોંચી છે આમ, પાણી છોડવાનું ઓછુ કરાતા તાપી નદીનું લેવલ ઘટી ગયુ છે. જેથી કોઝવેની સપાટી ઘટીને ૬.૯૭ મીટરે પહોચી છે. આ ઉપરાંત કાકારાપાર ડેમની સપાટી પણ ઘટીને ૧૬૨.૫૦ ફુટે પહોચતા ડેમમાંથી પાણી માત્ર ૨૪૩૦૦ કયુસેક પાણી છોડવાનું યથાવત રાખ્યુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500