Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપક બાદ જામીન પર મુક્તિ, ટ્વીટ કરી આપી જાણકારી

  • December 20, 2022 

આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ થઈ છે. આ માહિતી ખુદ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આપી છે. ભાવનગર પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જો કે,વધુ સ્પષ્ટતા ઈટાલિયાએ ટ્વીટના માધ્યમથી કરી હતી. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ગોપાલ ઈટાલિયાની અટકાયત કરાઈ હતી ત્યારે જામીન આપી મુક્ત તેમને મુક્ત પણ કરાયા છે. મહત્વનું છે કે, ઈટાલિયાએ પોતે જ તેની અટકાયત અંગે ટ્વિટ કર્યું હતું.




ઈટાલિયાએ ટ્વીટ કરી કહી આ વાત

ટ્વીટના માધ્યમ થકી ઈટાલિયાએ કહ્યું કે,ગુજરાતની જનતાએ આપેલી બહુમતીથી બનેલી ભ્રષ્ટ ભાજપ સરકારે ગઈકાલે વિધાનસભાનું પહેલા સત્રનો પહેલો દિવસ પુરો થતા જ આજથી કામગીરી ચાલુ કરી દીધેલ છે. મારા સગા દાદીમાંના ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા અને ઘરમાં શોકનો માહોલ હોવા છતાંય ભાજપ સરકારે આજરોજ મને એરેસ્ટ કરાવ્યો. ભાવનગર પોલીસે મારી ધરપકડ કરી.કદાચ ગુજરાતી જનતાએ ભાજપને આવા કામ કરવા માટે જ બહુમતી આપી હશે. ભાજપ સરકારની વિપક્ષને ડરાવવા દબાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે.




આ હતો ફરીયાદનો મામલો

AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ભાવનગરની ઉમરાળા પોલીસે અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. બે મહિના પહેલા દ્વારકામાં ભાષણમાં ભગવાન કૃષ્ણ વિશે બોલનાર રંઘોળાના આહીર સમાજના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાતા ઉમરાળા પોલીસે ઈટાલિયાની અટકાયત કરી છે.




અગાઉ દિલ્હીમાં મહિલા આયોગમાં પણ ઈટાલિયાને હાજર કરાયા હતા


ગોપાલ ઈટાલિયા સામે આ સિવાય પણ ફરીયાદ પણ અગાઉ દાખલ કરવામાં આવી હતી.અગાઉ દિલ્હીમાં મહિલા આયોગમાં પણ ઈટાલિયાને હાજર કરાયા હતા.ચૂંટણી પહેલા પણ આપ નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયા ચૂંટણી પહેલા સતત વિવાદમાં કોઈને કોઈ નિવેદનને લઈને રહ્યા હતા ત્યારે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખની આજે અટકાયત બાત તેમને જામીન આપ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News