Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લા કક્ષાએ યોજાનાર 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ

  • August 14, 2023 

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આઈ.ટી.આઈ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. નવસારી જિલ્લા પોલીસ અધિકક્ષક અને અધિક નિવાસી કલેકટર (ઇ.ચા) પણ તેમની સાથે પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા. કલેકટરએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસ કર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી અને નવસારી જિલ્લા વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application