Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'કૌન બનેગા કરોડપતિ'શોની 16મી સિઝન માટે રજીસ્ટ્રેશન 26 એપ્રિલે શરૂ થશે

  • April 19, 2024 

કૌન બનેગા કરોડપતિ શો ફરી એક વખત લોકોને કરોડપતિ બનાવવા શરૂ થવાનો છે. કૌન બનેગા કરોડપતિ શોના નિર્માતાઓએ કેબીસીની નવી સિઝનની ઘોષણા કરી દીધી છે. આ વખતે પણ આ ક્વિઝ આધારિત રિયાલિટી શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરશે. કૌન બનેગા કરોડપતિની આ 16મી સિઝન હશે. કેબીસીની 15 મી સીઝન નો છેલ્લો એપિસોડ 29 ડિસેમ્બર 20023 ના રોજ ઓન એર થયો હતો. કેબીસી ની નવી સિઝનની ઘોષણા શોના નિર્માતા હોય સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કરી છે.


આ વીડિયોમાં 15 મી સીઝનના છેલ્લા એપિસોડ ની ક્લિપ દેખાડવામાં આવી છે અને સાથે જ જણાવવામાં આવ્યું છે કે કેબીસીની 16 મી સીઝનના રજીસ્ટ્રેશન ક્યારથી શરૂ થવાના છે? આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે લોકોનો એટલો પ્રેમ છે કે ફરી એક વખત કૌન બનેગા કરોડપતિ શો ઓન એર થવા જઈ રહ્યો છે. કૌન બનેગા કરોડપતિની 16મી સિઝનના રજીસ્ટ્રેશન 26 એપ્રિલે રાત્રે 9:00 વાગ્યાથી શરૂ થશે. કેબીસીની નવી સિઝન શરૂ થવાની છે તે વાતની ઘોષણા સાથે જ લોકો પણ ઉત્સાહમાં છે સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરીને કેબીસીને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક યુઝર નિર્માતાઓનો આભાર માની રહ્યા છે કે તે ફરીથી આ શો શરૂ કરવા જઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application