ભરૂચનાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી. સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચારવિમર્શ કર્યા હતા.તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સુચના આપી હતી.
આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી.આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી. આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી શ્રી યુ એન જાડેજા સહીત જી એસ આર ટી સી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ,માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application