Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યપાલશ્રીની ભરૂચ જિલ્લાની મુલાકાત સંદર્ભે નિવાસી અધિક કલેકટરનાં અધ્યક્ષપદે બેઠક યોજાઈ

  • August 22, 2023 

આગામી તા.૨૫ ઓગસ્ટ ૨૦૨૩ને શુક્રવારનાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે વગુસણા-ભરૂચ ખાતે ગુજકોમાસોલની ગુજકો ગ્રીન બનાના ફાઈબર પ્રોજેક્ટનાં ઉદ્ધાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કરવાના છે. આ પ્રસંગને અનુસંધાને નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલનાં અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીશ્રીઓ તથા ગુજકોમાસોલ સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલશ્રીના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી યુ એન જાડેજા સહીત સંકલન સમિતીનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application