ઔધોગિક તાલીમ સંસ્થા ઉકાઈમાં ફીટર ૨૫, મિકેનીક મોટર વેહિકલ ૧૪, ઈલેક્ટ્રોનિક મિકેનીક ૧૬, એટેન્ડન્ટ ઓપરેટર ૨૩, કોસ્મેટોલોજી ૪૨, વેલ્ડર ૪૩, આર્મેચર મેચર ૦૧ મળી કુલ ૧૬૪ જગ્યાઓ ભરવા માટે તથા ઔધોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે ફીટર,મીકેનીક મોટર વ્હીકલ, વેલ્ડર, મીકેનીક ડીઝલ, સીવીંગ ટેક્નોલોજી તેમજ બેઝીક કોસ્મેટોલોજી વગેરે ટ્રેડોની ખાલી બેઠકો માટે ભરવા માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.
પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો તથા ફોર્મ રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦ સાથે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધીમાં સંસ્થાઓનો સંપર્ક કરવો. સંસ્થાઓ ખાતે રૂ.૨૦ માં ફોર્મ ભરી આપવામાં આવશે. બન્ને સંસ્થાઓમાં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૯/૧૦/૨૦૨૦ છે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ.ઉકાઈ ખાતે મો.નં. ૮૩૨૦૫૨૬૬૯૨, ૯૭૧૨૨૫૮૭૫૦, ૯૪૨૭૧૦૭૬૨૪ અને આઈ.ટી.આઈ. ઉચ્છલ ખાતે મો.નં. ૯૯૧૩૨૦૭૬૮૪, ૯૯૨૫૫૨૪૫૭૮, ૯૪૦૮૨૪૦૧૨૬ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500