બંધ ટ્રેનને ફરીથી ચાલુ કરી લોકલ ટ્રેનોનું વધેલું ભાડુ ઓછુ કરવા માટે પ્રજાપતિ ઉત્તમ સંઘ દ્વારા વલસાડ રેલ્વે પ્રબંધકને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાનુ પ્રજાપતિ ઉત્તમ સંઘ એક સક્રિય સંઘ છે અને હંમેશા પ્રજાપતિ સમાજ અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને કામગીરી કરતા આવ્યા છે. પ્રજાપતિ ઉત્તમ સંઘ દ્વારા વલસાડ રેલ્વે પ્રબંધકને આવેદનપત્ર આપી કરવામાં આવેલ રજૂઆત અનુસાર કોરોના સમય દરમિયાન બધીજ પેસેન્જર ટ્રેન બંધ થઇ ગઈ હતી હવે કોરોના કાબુમાં આવ્યા બાદ મોટાભાગની ટ્રેનો નિયમિત થઇ ગઈ છે
પરંતુ હજુપણ ઘણી બધી ટ્રેનો બંધ છે, તેમાં મોટા ભાગે લોકલ ટ્રેનો જ બંધ છે,જેના દ્વારા નાનામાં નાના સ્ટેશન સુધી જવાની સુવિધા મળતી હતી, આગ્રહ છે કે, જેટલી પણ બંધ ટ્રેનો છે,તેમને ફરીથી જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે,હાલ શાળામાં રજા અને લગ્નની સીઝન હોવાથી અમુક સ્થળો માટે હોલી-ડે ટ્રેનો ચલાવવામાં આવે છે, જેને લીધે યાત્રીઓને સારી સુવિધા મળી શકે.
લોકલ ટ્રેનો ગરીબ અને માધ્યમ વર્ગ માટે જીવ દોરી સમાન કોરોના કાબુમાં આવ્યા પછી પણ લોકલ ટ્રેનોનું ભાડુ એક્સપ્રેસ ટ્રેનો જેટલું વસુલ કરવામાં આવી રહ્યું છે, કોઇપણ વ્યક્તિ જો યાત્રા કરવા માંગતો હોય તે વધારાનું ભાડુ ખર્ચીને પણ યાત્રા તો કરશે જ એના માટે રેલ્વે કેટલો પણ વધારે ભાડુ વસુલ કેમ ન કરે, આના લીધે તો રેલ્વેની આવક તો વધી ગઈ છે.પણ યાત્રીઓના ખિસ્સા પર વધારાનો બોઝ પડી રહ્યું છે.
કોરોના કંટ્રોલ હોવા પછી હજુ બધા લોકો ના નોકરી ધંધાઓ નિયમિત નથી થા આવક ઘટી છે અને રેલ્વે દ્વારા લોકલ ટ્રેનોમાં ભાડુ વધવાથી ગરીબ અને મધ્યમ વર્ગ પર બમણી આર્થિક મારનો સામનો કરવો પડી રહ્યો છે, આપશ્રીને નિવેદન છે કે, ટ્રેનોમાં વધેલું ભાડુ ઓછુ કરીને ભાડુ પુવર્ત કરી આપવામાં આવે. તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500