Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનાં કારણે રેડ એલર્ટ જાહેર કરાયું

  • July 07, 2022 

હવામાન વિભાગે સાઉથ કોંકણ, ગોવા અને સાઉથ સેન્ટ્રલ મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોર્થ સેન્ટ્રલ, પૂર્વ વિદર્ભ અને પશ્ચિમી વિદર્ભમાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.




જોકે વરસાદનાં કારણે રાજ્યની નદીઓમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં NDRF અને SDRFની ટીમોને અનેક જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. કોલ્હાપુરની પંચગંગા નદી જોખમનાં નિશાનથી માત્ર 7 ફૂટ નીચે છે. કોલ્હાપુરનાં સિરોલ તહસીલમાં NDRFની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કોલ્હાપુર જિલ્લામાં વર્ષ 2019 અને 2021માં ભયંકર પૂર આવ્યું હતું.




હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પૂણે માટે 7 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં તેલંગાણામાં ભારે વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં પણ અહીં સારો વરસાદ થશે.




આ ઉપરાંત કર્ણાટક, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 દિવસો સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કર્ણાટકના કિનારાના ક્ષેત્રોમાં પણ વરસાદ પડશે. જોકે ગુરૂવારે દિલ્હીમાં ગાજ-વીજ સાથે હળવો વરસાદ પડશે તેથી દિલ્હીમાં ગરમીથી રાહત મળવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application