હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જોકે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમેધીમે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ જિલ્લાનાં કેટલાક ભાગોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. જેને લઇને મીઠાપુરની શેત્રુંજી નદી બે કાંઠે થઇ છે. જયારે અમરેલી જિલ્લાનાં ધારી, દલખાણીયા, ગોવિંદપુર અને કુબડા સહિતના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
તેમજ રાજુલાનાં ડુંગર, ડુંગરપરડા, ઝીંઝકા અને કુંભારીયા ગામમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કરતા ધારી શહેરમાં રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. તો ગીરકાંઠાના ગામોમાં વરસાદ પડતા મીઠાપુરની શેત્રુંજી નદી બે કાંઠે થઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઇને તંત્ર દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.
જેમાં નગરપાલિકા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા વિસ્તારોની યાદી બનાવી કુલ સ્થળાંતર કરવાપાત્ર લોકોની સંખ્યા નક્કી કરી રાખવી. Identified આશ્રયસ્થાન રેડી ટુ યુઝ અવસ્થામાં રાખવા. પાણી, ભોજન, DG સેટ, મેડિસિન વિગીરેની આગોતરી વ્યવસ્થા કરી રાખવી. આ ઉપરાંત તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થળાંતર પાત્ર લોકોની સંખ્યા નક્કી કરી આશ્રય સ્થાનોએ તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. તાલુકાવાર સ્થળાંતાર પાત્ર લોકોની યાદી તૈયાર કરી દેવી. જેવી સૂચનાઓ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500