રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતનાં વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે રાજકોટના ધોરાજીમાં છેલ્લા 24 કલાકમાં ધોધમારી વરસાદ વરસ્યો છે. તેવામાં ધોરાજીના ચિચોડમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ વરસાદ વરસતા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. બીજી તરફ, છેલ્લા 24 કલાકની અંદરમાં ભાડેર ગામમાં 12 ઈંચ જેટલો વરસાદ પડતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કર્યો હતો. આ સાથે રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતનાં જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે પોરબંદર અને રાજકોટ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટનાં ધોરાજીમાં મેધરાજાએ ધબળાટી બોલાવી હતી. જેમાં ધોરાજીના ચિચોડ ગામમાં ત્રણ કલાકની અંદરમાં નવ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે ધોરાજી ઉપલેટાના તાલુકા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ ઉપરાંત, ઉપલેટા પંથકમાં મેઘરાજા મહેરબાન થતા ચારેય તરફ પાણી ભરાયા હતા.
જેમાં રાજકોટ-પોરબંદર હાઈવે પરના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્રનાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે રાજકોટ સહિતના ગામડાઓમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે, ત્યારે ધોરાજીના ચિચોડની સાથે-સાથે ભાડેર ગામમાં પણ છેલ્લા 24 કલાકની અંદરમાં 12 ઈંચ વરસાદ પડતા નદી-નાળાઓમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
આ સાથે અતિભારે વરસાદને લઈને ગામડાના રહેણાવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ ઉપરાંત, રાજકોટના જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ખજૂરડા, રોઘેલ, ગુદાસરી સહિતના ગામડાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. સતત બે દિવસથી વરસાદી માહોલ હોવાથી ગામડાઓની નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. આ સાથે ફોફળ ડેમ ઓવરફ્લો થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500