ગીર આસપાસના તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય તેમ ઘસારો રહે તેમ હોય અને બહારના લોકોને સિંહ દર્શન માટે અમુક તત્વો લાલચ આપતા હોય અને ગેરકાયદેસર સિંહ દર્શન ને પ્રવૃતિઓ થતી હોવાની અને કફ ફરિયાદોને લઈ ને દિવાળીના તહેવારોને લઇ 15 દિવસ માટે ખાસ એક્શન પ્લાન વન વિભાગ એ બનાવ્યો છે રેવન્યુ વિસ્તારની આસપાસના સિંહની અવર-જવર વાળા વિસ્તારને રેડ એલર્ટ જાહેર કર્યો છે.
વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ આરાધના શાહુના જણાવ્યા પ્રમાણે ગીર પૂર્વ ગીર પશ્ચિમ શેતંજી, પોરબંદર, વેરાવળ અને બૃહદ ગીરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે જે વિસ્તારોમાં સિંહોની અવરજવર રહે છે તે તમામ વિસ્તારોમાં વન વિભાગ ખાસ પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર સિંહ દર્શન કરતા તત્વો પર નજર રાખશે રાજુલા ધારી વિસાવદર સાસણ તાલાળા રાજુલા ઉના ખાંભા સાવરકુંડલા સહિતના સ્ટેટ હાઇવે નેશનલ હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ અવારનવાર સિહો આવી ચડતા હોય અને સિંહને પજવણી કરી તેને કનડગત કરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓને ધ્યાનને લઈ દિવાળીના વેકેશનના 15 દિવસ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી અને નાઈટ પેટ્રોલિંગ અને દિવસ પેટ્રોલિંગની વધારાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application