Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં વર્ષ 2024માં જુદા-જુદા સંવર્ગની કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજન

  • February 09, 2024 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં 1680 અને વર્ષ 2023 માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામા આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કા છે જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરિતી આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ  તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતુ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application